નવી દિલ્હી: બોલિવૂડ (Bollywood) ના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે (Rishi Kapoor) ન્યૂયોર્કથી ગત વર્ષ કેન્સરની સારવાર કરાવી હતી. ન્યૂયોર્કથી પાછા ફર્યા બાદ ઋષિ કપૂર ફરીએકવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળી રહ્યાં છે. તેમણે હાલમાં જ ટ્વીટર પર એક તસવીર શેર કરી. જે જોત જોતામાં તો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગઈ. આ તસવીરને શેર કરતા તેમણે પોતાના ચાહકોને પૂછ્યું કે શું આ તસવીરમાં જે વ્યક્તિ છે તેને તેઓ ઓળખી શકે છે. તો કેટલાક એકદમ સટિકજવાબ આપ્યાં જ્યારે કેટલાકે ખોટા જવાબ આપ્યાં.
Need you to tell me who this person is? If someone already knows the answer through a different source, please refrain from disclosing. Let’s not spoil the suspense for others. Thank you. I give you 10/20/50 guesses. Answer coming soon!! pic.twitter.com/L1ilXZFmxc
— Rishi Kapoor (@chintskap) January 22, 2020
આ તસવીરને શેર કરતા ઋષિ કપૂરે ટ્વીટર પર લખ્યું કે હું ઈચ્છું છું કે તમે મને જણાવો કે આ વ્યક્તિ કોણ છે? જો કોઈને આ અંગેનો જવાબ પોતાના અન્ય સૂત્રથી ખબર પડે તો કૃપા કરીને ખુલાસો અત્યારે ન કરતા અને બીજા માટે સસ્પેન્સ ખતમ ન કરતા. આભાર. હું તમને 10/20/50 તકો આપુ છું. ત્યારબાદ પોતાની બીજી ટ્વીટની સાથે ઋષિએ જવાબ આપતા કહ્યું કે આ તસવીર વીતેલા જમાનાના દિગ્ગજ કલાકાર પ્રાણની છે. જે પોતાનું રૂપ બદલવામાં એક્સપર્ટ હતા.
This is legendary actor Pran. He was unmarried at that time. In his elder brother's marriage, he surprised his newly married Bhabhi posing as his brother's lover. This year is his birth centenary and his son Sunil Sikand released this snap from their family album.
— Amit (@amitjuvekar) January 22, 2020
આ અગાઉ ઋષિ કપૂરની આ ટ્વીટ પર કેટલાકે જવાબ આપ્યો કે આ તસવીર મધુબાલાની છે. કોઈએ કહ્યું કે રાજ કપૂરની છે. પરંતુ એક યૂઝરે એકદમ યોગ્ય જવાબ આપતા કહ્યું કે આ દિગ્ગજ અભિનેતા પ્રાણની તસવીર છે. તે વખતે પ્રાણના લગ્ન થયા નહતાં અને મોટા ભાઈના લગ્નમાં આ ગેટઅપમાં તેઓ પોતાની ભાભીની સામે ભાઈની પ્રેમિકા બનીને આવીને ઊભા રહી સરપ્રાઈઝ આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે